તમારા નોટિફિકેશનો ખાલી છે.

    અમારા પ્લાન બ્રાઉઝ કરો અને શરૂ કરવા માટે તમારી પસંદગીઓ ઉમેરો.

    જુઓ સાઇન ઇન

    હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારી શકાય તેવી 5 સંભવિત પરિસ્થિતિઓ

    • હેલ્થ બ્લૉગ

    • 08 નવેમ્બર 2024

    • user-icon

      બજાજ જનરલ ઇન્શ્યોરન્સ

    • view-icon

      249 જોયું

    આપણામાંથી ઘણા બધા આપણાં હેલ્થ ઇન્શ્યોરન્સના નિયમો અને શરતો પર એક ઉપરછલ્લી નજર કરતાં હોઈએ છીએ. આ પૉલિસીની વિશિષ્ટતાઓ વિશે ગંભીર દુર્લક્ષમાં પરિણમી શકે છે; જે ભવિષ્યમાં આપત્તિજનક બની શકે છે. તમારો ઇન્શ્યોરન્સ ડૉક્યુમેન્ટ યોગ્ય રીતે વાંચીને નકારાત્મક પરિણામોની જાણકારી મેળવવી ઉપયોગી રહેશે. 'દુર્લક્ષ એ ચોક્કસપણે આનંદદાયક નથી', અને આવી સ્થિતિમાં તેના પરિણામે તમારો ક્લેઇમ નકારી શકાય છે. તમામહેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની વિગતો ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રક્રિયાને સરળ બનાવવા માટે અત્યંત ગંભીરતાપૂર્વક જાણવી જોઈએ. એક કહેવત, 'આ સ્ટિચ ઇન ઇન ટાઇમ સેવ્સ નાઇન' એ એકદમ સાચી વાત છે અને તેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. ધ્યાનમાં રાખવા જેવી અન્ય એક કહેવત, 'ઉપચાર કરતાં સાવચેતી વધુ સારી.' આ કહેવતો ધ્યાનમાં રાખવાથી તમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે.હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ઘણા કારણોસર નકારવામાં આવે છે. ક્લેઇમ નકારવાના કારણોને સંપૂર્ણપણે સમજવાથી તમે જરૂરી નિવારક પગલાં લઈ શકો છો. આખરે, તમે પ્રીમિયમ ચૂકવી રહ્યા છો અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરેલા વિવિધ લાભો મેળવવા માટે હકદાર છો.

    હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવાના કારણો

    1. વીમાકૃત રકમ કરતાં વધી જવું

    એક શબ્દ છે જેને 'વીમાકૃત રકમ' જેમાંથી ઘણા પૉલિસીધારકો જાણતા નથી. જ્યારે તમે હેલ્થ પૉલિસી પસંદ કરો છો, ત્યારે તમારા પ્લાનના પ્રકાર એટલે કે વ્યક્તિગત કવર અથવાફેમિલી ફ્લોટર. મૂળભૂત રીતે, વીમાકૃત રકમ એ દર વર્ષે ગ્રાહકો અને તેમના પરિવારના સભ્યો (પ્લાનના આધારે) માટે ઉપલબ્ધ રકમ છે. જો તમે કોઈ ચોક્કસ વર્ષમાં કુલ ઇન્શ્યોર્ડ રકમનો ઉપયોગ કરેલ છે, તો તે પછીના તમારા તમામ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવામાં આવશે. તેમ છતાં, જો થોડી રકમ હજુ પણ ઉપલબ્ધ છે અને તમારો ક્લેઇમ સ્વીકાર્ય છે, તો તેટલી રકમ ચુકવવામાં આવશે. તમારી હેલ્થ પૉલિસીમાં ઘણા રોગોને કવર કરવામાં આવતા નથી. તેથી, તમારા હેલ્થ પ્લાનમાં ખરેખર શું કવર કરવામાં આવે છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પૉલિસી ડૉક્યુમેન્ટમાં એક વિભાગમાં સ્પષ્ટપણે બાકાતની યાદી આપવામાં આવેલ હશે - રોગો/સ્વાસ્થ્ય પરિસ્થિતિઓની સૂચિ જેના માટે કવરેજ પ્રદાન કરવામાં આવશે નહીં. આ વિભાને કાળજીપૂર્વક વાંચવાથી તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.

    2. હકીકતને ખોટી રીતે રજૂ કરવી

    આ એકદમ સીધી વાત છે. તમારા દ્વારા જણાવવામાં આવેલ માહિતીઓમાં બિલકુલ વિસંગતતા હોવી જોઈએ નહીં, પછી એ માહિતી તમે એપ્લિકેશન ફોર્મમાં જણાવી હોય કે પછી તમે તે પ્રદાન કરી હોય જ્યારે તમે દાખલ કર્યો હોય કોઈ ઇન્શ્યોરન્સ ક્લેઇમ. આપવામાં આવેલ વિગતોમાં કોઈપણ વિસંગતતાને કારણે તમારો ક્લેઇમ નકારવામાં આવી શકે છે. માહિતી જાહેર ન કરવી, અધૂરી માહિતી અને/અથવા અચોક્કસ વિગતો આપવી વગેરેને કારણે ક્લેઇમ નકારવામાં આવી શકે છે. તમારી ઉંમર, આવક, વર્તમાન ઇન્શ્યોરન્સ પ્લાન, નોકરી/વ્યવસાયની વિગતો, પહેલાંથી હોય તેવી તકલીફો અથવા મોટી બીમારીઓ જેવી માહિતી સચોટ હોવી જોઈએ.

    3. સમય મર્યાદા પૂરી થયા બાદ ક્લેઇમ કરવો

    તમારા પૉલિસી ડૉક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ, ક્લેઇમ એક ચોક્કસ સમયસીમાની અંદર ફાઇલ કરવાના રહેશે. જો હૉસ્પિટલમાં દાખલ થવાનું પૂર્વ-નિયોજિત છે, તો તમારે ઇન્શ્યોરરને 2-3 દિવસ પહેલાં જાણ કરવી જરૂરી છે. તબીબી કટોકટીના કિસ્સામાં, દર્દીને દાખલ કર્યાના 24 કલાકની અંદર ક્લેઇમ કરવાના રહેશે. નિર્દિષ્ટ સમયમાં ક્લેઇમ ન કરવામાં આવે તો તમારા ક્લેઇમને નકારી શકાય છે.

    4. પૉલિસી રિન્યુ ન કરાવવી

    એ કહેવાની જરૂર નથી કે લાભો મેળવવા માટે સમયસરહેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યૂઅલકરાવવું જરૂરી છે. તમારી પૉલિસીની સમાપ્તિ પછી કરવામાં આવેલ ક્લેઇમ નકારવામાં આવી શકે છે. તેથી, સમાપ્તિની તારીખની નોંધ કરવી અને તે અનુસાર રિમાઇન્ડર સેટ કરવું જરૂરી છે. ઉપરોક્ત તમામ ઉલ્લેખિત પૉઇન્ટને કાળજીપૂર્વક ધ્યાનમાં લો અને સાવચેત રહો. થોડી કાળજી રાખીને તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો શ્રેષ્ઠ લાભ લઈ શકો છો.

     

    સંબંધિત બ્લૉગ

    હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો માટે ગાઇડલાઇન

    હેલ્થ ઇન્શ્યોરન્સના ખર્ચને ઘટાડવા માટેની 6 ટિપ્સ | બજાજ જનરલ

    હેલ્થ ઇન્શ્યોરન્સમાં એન્જિયોપ્લાસ્ટી કવરેજ: તમારે શું જાણવાની જરૂર છે

    હેલ્થ ઇન્શ્યોરન્સમાં બેરિયાટ્રિક સર્જરી માટે કવરેજ | બજાજ જનરલ

    ડિજિટલ રીત અપનાવો

    બજાજ જનરલ એપ ડાઉનલોડ કરો!

    godigi-bg-img