પ્રૉડક્ટ
રિન્યૂ કરો
ક્લેઇમ
સપોર્ટ
એજન્ટ બનો
હેલ્થ બ્લૉગ
25 નવેમ્બર 2021
બજાજ જનરલ ઇન્શ્યોરન્સ

1599 જોયું
જો તમે જવાબદાર નાગરિક છો અને તમે પ્રથમ અથવા બંને વેક્સિન લીધેલ છે, તો તમે સરળતાથી તમારું કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો. તમે કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુટનિકમાંથી કોઈપણ વેક્સિન લીધેલ હોય, તમે તમારી પસંદગીના કોઈપણ ઑનલાઇન માધ્યમો પરથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરેલ સર્ટિફિકેટમાં તમારા ડોઝની તારીખ અને સમય સહિતની તમારા વેક્સિનેશન વિશેની તમામ વિગતો હશે. જો તમને તમારું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશે મૂંઝવણ હોય, તો આ વિશિષ્ટ પોસ્ટ ખાસ તમારા માટે છે. ચાલો, શરૂ કરીએ પરંતુ તે પહેલાં સમજી લઈએ કે તમારે તમારા કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટની જરૂર શા માટે છે.
કોવિડ 19 વેક્સિન ચેપી વાઇરસથી તમને સુરક્ષિત કરે છે અને તમારું રક્ષણ કરે છે, જેને કારણે તમે માત્ર હળવા લક્ષણો અનુભવો છો, જેની સારવાર ઘરે સેલ્ફ-ક્વોરન્ટાઇન થઈને સરળતાથી કરી શકાય છે. વેક્સિન લેવાથી વાઇરસનો ચેપ લાગતો નથી તેવી એક સમજ પ્રવર્તે છે, જે ખોટી છે. આવી પરિસ્થિતિમાં, તમને વાઇરસનો ચેપ લાગવાનું જોખમ હજુ પણ રહેલું છે, તથા જેમણે હજુ સુધી વેક્સિન લીધેલ નથી તેમને પણ ચેપ લગાડી શકો છો. આવી ઘટનાઓને કારણે ચેપ ફેલાતો રોકવા, ઘણા રાજ્યો તેમજ સંસ્થાઓ અને હૉસ્પિટાલિટી ચેઇન દ્વારા નાગરિકો માટે તેમના વેક્સિનેશનનો પુરાવો, જે તમારું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટ છે, તે દર્શાવવો ફરજિયાત બનાવેલ છે. પ્રવાસ અથવા બિઝનેસના હેતુઓ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવાઈ માર્ગે પ્રવેશ કરવા માટે, નેગેટિવ આરટી-PCR રિપોર્ટ અથવા વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું ફરજિયાત છે. વેક્સિનેશન સર્ટિફિકેટ વધુ ઍક્સેસિબલ હોય છે, જેની તમે તમારા ફોન અથવા તમે ઉપયોગમાં લેતા કોઈપણ પોર્ટેબલ ડિવાઇસ પર ડાઉનલોડ કરેલી કૉપી રાખો એ હંમેશા સારી બાબત છે. આ સમજણ સાથે, વિવિધ પોર્ટલ પરથી તમારું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે જોઈએ.
અમારી અગાઉની એક પોસ્ટમાં અમે, કોવિન પર તમારા વેક્સિનેશન માટે કેવી રીતે રજિસ્ટર કરી શકો છો તે વિશે એક વ્યાપક પોસ્ટ શેર કરેલ હશે. તેથી, જો તમે કોવિન પોર્ટલનો ઉપયોગ કર્યો હોય, તો તમે જાણતા જ હશો કે તેને તમે પોર્ટલ પરથી સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે સાહજિક રીતે જણાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. જેમને ખ્યાલ નથી તેમને માટે, તમે કોવિન વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો તે અહીં આપેલ છે.
જો તમે આરોગ્ય સેતુ એપમાંથી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું પસંદ કરો છો, તો તમે એપ ડાઉનલોડ કરીને આમ કરી શકો છો. જો તમે પહેલેથી જ ડાઉનલોડ કરેલ હોય, તો એપ ખોલો અને કોવિન ટેબ પર જાઓ.
Digilocker is another resourceful portal that allows you to download your vaccination certificate easily. The process is very similar to that of using the Aarogya Setu app.
જો તમને તમારો રેફરન્સ નંબર મળતો નથી અથવા તે તમારી પાસે નથી, તો તમારા સર્ટિફિકેટની કૉપી મેળવવાની સૌથી સરળ રીત કોવિન વેક્સિન સર્ટિફિકેટના ડાઉનલોડ વિકલ્પ દ્વારા છે. સર્ટિફિકેટ ડાઉનલોડ થયા બાદ તમામ વિગતો તપાસીને તે સાચી છે કે નહીં તેની ખાતરી કરો. આ પોર્ટલ, ટેક્નોલોજીથી પરિચિત ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે, તે રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે. તેથી, તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો અને મુસાફરી સમયે તમારી જવાબદારી નિભાવો. અને જો તમે તમારો બીજો ડોઝ લીધો નથી, તો તે અનુસાર અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો.
કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિએ આપણને સમજાવ્યું છે કે અનિશ્ચિતતાના આ સમયમાં અને તાત્કાલિક મેડિકલ આવશ્યકતાઓને કારણે આર્થિક સંકડામણ ઉદ્ભવી શકે છે, જે આપણે માટે આર્થિક મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. સંક્રમિત થવાનું જોખમ ખૂબ વધુ છે, તેથી પ્રત્યેક વ્યક્તિ આ અણધાર્યા સમયમાં એક મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાની જરૂરિયાત સમજતા થયા છે.
તમારા ગ્રુપ મેડિકલ કવરનું મૂલ્યાંકન કરો: એક કોમ્પ્રિહેન્સિવ ગાઇડલાઇન
તમારા જીવનસાથી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની સમજૂતી
તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર કેવી રીતે શોધવો? | બજાજ જનરલ
GST માફી સાથે, હેલ્થ, પર્સનલ એક્સિડન્ટ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ (રિટેલના આધારે) માટે વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર પૉલિસીઓ 22 સપ્ટેમ્બર 2025 થી 18% સસ્તી છે. વ્યાજબી કિંમતે જે મહત્વપૂર્ણ છે તેને સુરક્ષિત કરો!
