તમારા નોટિફિકેશનો ખાલી છે.

    અમારા પ્લાન બ્રાઉઝ કરો અને શરૂ કરવા માટે તમારી પસંદગીઓ ઉમેરો.

    જુઓ સાઇન ઇન
  • translator icon

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ: વ્યાખ્યા, કવરેજ અને લાભો

    • નોલેજ બાઇટ્સ બ્લૉગ

    • 23 ડિસેમ્બર 2024

    • user-icon

      બજાજ જનરલ ઇન્શ્યોરન્સ

    • view-icon

      89 જોયું

    blog-image

    તમામ બિઝનેસ તેમની બિઝનેસને લગતી કામગીરીઓમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે. તેઓ બિઝનેસને સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ઉપકરણો બિઝનેસ નેટવર્કના વિસ્તરણમાં અભિન્ન ભૂમિકા ભજવે છે. માહિતીની આપ-લે કરવાની જૂની પરંપરાગત રીતોનું સ્થાન ઇલેક્ટ્રોનિક ડેટાએ લીધું છે. આ ઉપકરણોમાં થતી કોઈપણ સમસ્યા કામને અવરોધિત કરી શકે છે અને આર્થિક નુકસાનમાં પરિણમી શકે છે. આ સમસ્યાના વિકલ્પ તરીકે, આ સમયમાં ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ પસંદ કરવું જરૂરી છે.

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ શું છે?

    ટેક્નોલોજી પર વધતી નિર્ભરતાની સાથે, કોઈપણ પ્રકારનું બ્રેકડાઉન આર્થિક રીતે અસર કરી શકે છે. તમામ સંસ્થાઓ તેમના દૈનિક કામગીરીને સરળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે. કમ્પ્યુટરથી લઈને ઔદ્યોગિક ઉપકરણો, તબીબી ઉપકરણોથી લઈને ઇલેક્ટ્રોનિક કેશ રજિસ્ટર, આ તમામ તમારા બિઝનેસની કામગીરી માટે મહત્વપૂર્ણ છે. તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના કોઈપણ રિપેર અથવા નુકસાનને કવર કરતી કોમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરવાથી તમારા બિઝનેસને સરળતાથી ચલાવવામાં મદદ મળે છે.

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સના કયા વિભાગો છે?

    જનરલ ઇન્શ્યોરન્સ, જે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કવર કરે છે, તેને ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે-

    ઇક્વિપમેન્ટ કવર

    તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને થતું કોઈપણ નુકસાન તમારી પૉલિસીના આ વિભાગ હેઠળ કવર કરવામાં આવે છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા, આંશિક નુકસાન સહિત આકસ્મિક ફિઝિકલ નુકસાનને કારણે થયેલ ક્ષતિને આવરી લેવામાં આવે છે. આ પ્રકારનું કોઈપણ નુકસાન રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટના માધ્યમથી ઇન્શ્યોર્ડ કરવામાં આવશે. આ રકમ પૉલિસી મુજબ મહત્તમ વીમાકૃત રકમને આધિન છે.

    એક્સટર્નલ ડેટા મીડિયા કવર

    એવી ઘટના, કે જેમાં તમારી ડિસ્ક ડ્રાઇવ અથવા કોઈ અન્ય સ્ટોરેજ ડિવાઇસમાં ખરાબી આવે છે અને તેનો ડેટા હવે ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિઓમાં, જો પૉલિસીધારકે ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદેલ છે, તો તે ખોવાયેલ ડેટાને પાછો મેળવવા માટે આર્થિક કવર પ્રદાન કરે છે. આ ડેટા તમારી સંસ્થા માટે મહત્વનો હોઈ શકે છે, અને જેની આર્થિક અસર મોટી હોઈ શકે છે.

    વધતી કૉસ્ટ ઑફ વર્કિંગ માટે કવર

    જ્યારે ડેટા પ્રોસેસિંગ યુનિટને અણધાર્યું નુકસાન થાય, ત્યારે વૈકલ્પિક યુનિટ ઊભું કરવાની જરૂર પડે છે. આ પૉલિસી હાર્ડવેર તેમજ માનવ સંસાધનોના ખર્ચને કવર કરે છે, અને આવું અતિરિક્ત પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવા માટે આર્થિક સહાય પ્રદાન કરે છે.

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે?

    તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને આવરી લેતા સામાન્ય ઇન્શ્યોરન્સ નાના બિઝનેસ માલિકો તેમજ મોટી સંસ્થાઓ માટે આવશ્યક છે. તે નીચેના ક્ષેત્રોને કવર કરે છે - નુકસાનગ્રસ્ત ઉપકરણો માટે કવરેજ - ઇન્શ્યોર્ડ ઉપકરણોના કોઈપણ રિપેર અથવા રિપ્લેસમેન્ટને તેના કવરેજમાં શામેલ કરવામાં આવે છે. તેમાં ભારે મશીનરી અથવા આયાત કરેલા ઉપકરણોના કિસ્સામાં ફ્રેટ, નિર્માણ અને કસ્ટમ ડ્યુટી જેવા સહાયક ખર્ચનો સમાવેશ થાય છે. નુકસાનગ્રસ્ત ડેટા મીડિયા માટે કવરેજ - તમારી બિઝનેસ કામગીરી માટે મહત્વપૂર્ણ ખોવાઈ ગયેલી માહિતી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. કામ કરવાનો ખર્ચ - ડેટા વિક્ષેપના કિસ્સામાં સંપૂર્ણ પ્રક્રિયાના પુનઃનિર્માણનો ખર્ચ, જે ઉપકરણો અને મજૂરના રૂપમાં સંસાધનોમાં વધારો કરે છે, તે તમારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. સોફ્ટવેર નુકસાન - ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ માત્ર હાર્ડવેરના ખર્ચને કવર કરતું નથી પરંતુ હાર્ડવેર માટે સૉફ્ટવેરનો ખર્ચ પણ શામેલ છે. વધુ વાંચો: ઇન્શ્યોરન્સ વિરુદ્ધ એશ્યોરન્સ: વધુ સારી સમજણ માટે મુખ્ય તફાવતોની સમજૂતી

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ શું છે?

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક લાભો આ મુજબ છે -

    1. આ પૉલિસી હેઠળ નુકસાન પામેલ અથવા ગુમાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડેટાની કુલ કિંમત ઇન્શ્યોર્ડ કરવામાં આવે છે. આવા ઉપકરણોના ડેપ્રિશિયેશનને બાકાત રાખવામાં આવે છે.
    2. ઓવરટાઇમ, બમણું વળતર અને નાઇટ શિફ્ટ જેવી, સંચાલન ખર્ચને વધારે તેવી કોઈપણ લેબર કૉસ્ટ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે.
    3. જો ઉપકરણને રિપ્લેસ કરવું શક્ય ન હોય, તો ઇન્શ્યોરર દ્વારા પૉલિસીધારકને રિપેરિંગનો ખર્ચ ચૂકવવામાં આવે છે.

    ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સમાં સામાન્ય રીતે બાકાત બાબતોને ધ્યાનમાં રાખો -

    1. નિયમિત વપરાશને કારણે પહોંચતો ઘસારો આ પૉલિસી હેઠળ ખાસ કરીને બાકાત રાખવામાં આવે છે.
    2. નુકસાનીના કારણરૂપ ઉપકરણ અને ડેટાની સંપૂર્ણ મરામત અને તેમાં ફેરફાર.
    3. પૉલિસીધારક દ્વારા ઉપયોગ દરમિયાન ઇરાદાપૂર્વકની બેદરકારી.
    4. અન્ય પરિબળોને કારણે ઉપકરણોને થતું કોઈપણ પરિણામી નુકસાન બાકાત રાખવામાં આવે છે.
    5. રંગ કરેલ અથવા ઇનૅમલ લગાવેલ સપાટીઓ પર આંકા પડવા જેવી, દેખાવને લગતી ખામીઓ.
    6. કોઈપણ ખોટું પ્રોગ્રામિંગ, લેબલિંગ અથવા અજાણતા માહિતી રદ કરવી અને ડેટા કાઢી નાંખવો, જેને પરિણામે વધુ ખર્ચ થાય છે.

    તારણ

    અંતમાં, તમારા ઉપકરણો અને ડેટાને સુરક્ષિત કરતો કોમર્શિયલ ઇન્શ્યોરન્સ તમારા નિયંત્રણની બહારના પરિબળોને કારણે ઉદ્ભવતી અવરોધજનક સ્થિતિમાં ઉપયોગી બને છે. આ અનપેક્ષિત ખર્ચને કવર કરતી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી બિઝનેસ ઑપરેશનને સરળ બનાવવામાં મદદ મળે છે.

    સંબંધિત બ્લૉગ:

    ESIC: કર્મચારી રાજ્ય વીમા સ્કીમ - લાભો અને કવરેજ

    ઇએસઆઇએસ ઑનલાઇન રજિસ્ટ્રેશન: પગલાંબદ્ધ માર્ગદર્શિકા | બજાજ જનરલ

    ડિજિટલ યુગમાં નવીન ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ

    એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ: 6 મુખ્ય લાભો | બજાજ જનરલ

    ડિજિટલ રીત અપનાવો

    બજાજ જનરલ એપ ડાઉનલોડ કરો!

    godigi-bg-img